“મન કી બાત” (કડી-84), પ્રસારણ તારીખ : 26.12.2021

મારા વ્હાલાં દેશવાસીઓ, નમસ્કાર. અત્યારે તમે 2021ને વિદાય આપી રહ્યાં છો અને 2022નાં સ્વાગતની તૈયારીમાં જોડાઇ ગયાં છો. નવાં વર્ષે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારાં વર્ષ માટે કંઇક વધુ સરસ કરવા માટેનાં તેમજ બનવા માટેનાં સંકલ્પ લે છે. પાછલાં સાત વર્ષોથી આપણી ‘મન કી બાત’ પણ વ્યક્તિનાં, સમાજનાં, દેશનાં સારા પાસાંઓને ઉજાગર કરી, અને સારાં બનવાં માટેની પ્રેરણા આપતી આવી છે. આ સાત વર્ષોમાં, ‘મન કી બાત’ કરતાં કરતાં હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો. તમને લોકોને પણ સારું લાગતુ, તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમક-દમકથી દૂર, સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર, એવાં કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યાં છે. તેઓ દેશની આવતીકાલ માટે પોતાનાં પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યાં છે. તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે. આવાં લોકોની વાત, ખૂબ શાંતિ આપે છે, ઊંડી પ્રેરણા આપે છે. મારાં માટે ‘મન કી બાત’ હમેશાથી એવાં લોકોનાં પ્રયત્નોથી જ ભરપૂર છે, ફળદ્રુપ, સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે. અને ‘મન કી બાત’ માં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઇ પાંખડી આપ સૌ વચ્ચે લઇને આવું. મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાનાં પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અને આજે જ્યારે દેશ ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે, જન-જનની શક્તિ છે, તેમનો ઉલ્લેખ, તેમનાં પ્રયત્નો, તેમની મહેનત, ભારતનાં અને માનવતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે. સાથીઓ, આ જનશક્તિની તાકાત છે, સૌનો પ્રયત્ન છે કે ભારત 100 વર્ષમાં આવેલ સૌથી મોટી મહામારી સામે લડી શક્યું. આપણે દરેક મુસીબતનાં સમયે એકબીજા સાથે, એક પરિવારની જેમ ઊભાં રહ્યાં. આપણાં વિસ્તાર અથવા શહેરમાં કોઇની મદદ કરવી હોય, તો જેનાથી જે શક્ય બન્યું તેનાથી વધુ કરવાનાં પ્રયત્નો કર્યાં. આજે વિશ્વમાં વેક્સિનેશનનાં જે આંકડા છે, તેની તુલના ભારત સાથે કરીએ તો જણાય છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે, કેટલું મોટું લક્ષ્ય હાસલ કર્યું છે. વેક્સિનનો 140 કરોડ માટેનો ડોઝ પૂરો કરવો, પ્રત્યેક ભારતીયની પોતાની ઉપલબ્ધિ છે. આ પ્રત્યેક ભારતીયનો, વ્યવસ્થા પર, વિશ્વાસ દર્શાવે છે, વિજ્ઞાન પર વિશ્વાસ દર્શાવે છે, વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે, અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓને નિભાવી રહેલ, આપણાં ભારતીયોની ઇચ્છાશક્તિનું પ્રમાણ પણ છે. પરંતુ સાથીઓ, આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોરોનાંનો એક નવો વેરીયન્ટ ટકોરા મારી ચૂક્યો છે. પાછળનાં બે વર્ષોનો આપણો અનુભવ છે કે આ વૈશ્વિક મહામારીને ખતમ કરવા માટે એક નાગરિક તરીકે આપણો પોતાનો પ્રયત્ન ખૂબ મહત્વપૂર્ણ છે. આ જે નવો ઓમિક્રોન વેરીયન્ટ આવ્યો છે, તેનું સંશોધન આપણાં વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. દરરોજ તેમને નવો ડેટા મળી રહ્યો છે, તેમની સલાહો પર કામ થઇ રહ્યું છે. આવાં સમયે પોતાની સતર્કતા, પોતાની શિસ્ત, કોરોનાનાં આ વેરિએન્ટની વિરુધ્ધ દેશની ખૂબ મોટી શક્તિ બની રહેશે. આપણી સામૂહિક શક્તિ જ કોરોનાને હરાવશે, આ જ દાયિત્વ બોધ સાથે આપણે વર્ષ 2022 માં પ્રવેશ કરવાનો છે. મારા વ્હાલાં દેશવાસીઓ, મહાભારતનાં યુદ્ધ વખતે, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું – ‘नभः स्पृशं दीप्तम्’ એટલે કે ગર્વ સાથે આકાશને આંબજે. આ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય પણ છે. મા ભારતીની સેવામાં વ્યસ્ત અનેક જીવન આકાશની ઊંચાઇને ગૌરવ સાથે સ્પર્શે છે, આપણને ઘણું બધું શીખવે છે. આવું જ જીવન રહ્યું છે ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહનું, વરુણ સિંહ, તે હેલીકોપ્ટરને ઊડાવી રહ્યાં હતાં જે આ મહિને તમિલનાડુમાં અકસ્માતનો ભોગ બન્યું. તે અકસ્માતમાં આપણે, દેશનાં પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્નિ સાથે કેટલાંય વીરોને ગુમાવ્યાં. વરુણ સિંહ પણ મૃત્યુ સામે વીરતાપૂર્વક લડ્યાં, પરંતુ આખરે તેઓ આપણને છોડીને જતાં રહ્યાં. વરુણ જ્યારે હોસ્પિટલમાં હતાં, તે સમયે મેં સોશિયલ મિડીયા પર એવું જોયું, જે મારા દિલને સ્પર્શી ગયું. આ વર્ષે ઓગસ્ટમાં જ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. આ સન્માન મળ્યાં પછી તેમણે તેમનાં સ્કૂલનાં આચાર્યને એક પત્ર લખ્યો હતો. તે પત્રને વાંચીને મારાં મનમાં પહેલો વિચાર આવ્યો કે સફળતાનાં શિખરે પહોંચીને પણ તે મૂળિયાંને પોષણ આપવાનું નથી ભૂલ્યાં. બીજું – કે જ્યારે તેમની પાસે ઊજવણી કરવાનો સમય હતો ત્યારે તેમણે આગામી પેઢીઓની ચિંતા કરી. તેઓ ઇચ્છતા હતા કે જે સ્કૂલમાં તેઓ ભણ્યાં, ત્યાંના વિદ્યાર્થીઓનું જીવન પણ ઊજવણીરૂપ બની રહે. પોતાનાં પત્રમાં વરુણ સિંહજીએ પોતાના પરાક્રમનાં વખાણ નથી કર્યા પરંતુ પોતાની અસફળતાઓની વાત કરી છે. કેવી રીતે તેમણે પોતાની ઊણપોને તેમની કાબેલિયતમાં ફેરવી, તેની વાત કરી છે. પત્રમાં એક જગ્યાએ તેમણે લખ્યું છે – “સાધારણ હોવું બરાબર છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી હોતું અને દરેક જણ 90 ટકા સ્કોર નથી કરી શકતું. જો તમે કરો છો, તો તે એક અદભુત સિદ્ધિ છે અને તેને બિરદાવવી જ જોઈએ. જો કે, તમે ન કરો, તો એવું ન વિચારો કે તમે સામાન્ય છો. તમે શાળામાં સામાન્ય હોઈ શકો છો પરંતુ તેમ હોવું એ જીવનમાં આવનારી વસ્તુઓનો કોઈ માપદંડ નથી. તમારાં અંતરાત્માનાં અવાજને સાંભળો; તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય, વગેરે હોઈ શકે છે. તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો, સમર્પિત રહો.તમારું શ્રેષ્ઠ કરો. ક્યારેય નકારાત્મક વિચારોમાં ન જાવ,  હું હજી વધારે પ્રયત્નો કરી શકયો હોત.” સાથીઓ, સરેરાશથી અસાધારણ બનવાનો તેમણે જે મંત્ર આપ્યો છે, તે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ જ પત્રમાં વરુણ સિંહે લખ્યું છે – “ક્યારેય આશા ના છોડવી. ક્યારેય એવું ન વિચારો કે તમે જે બનવા માંગો છો તેમાં તમે સારા બની શકતા નથી. તે સરળ નથી, તે સમય અને આરામનો ભોગ (બલિદાન) લેશે. હું સામાન્ય હતો, અને આજે, હું મારી કારકિર્દીમાં મુશ્કેલ સીમાચિહ્નો પર પહોંચી ગયો છું. એવું ન વિચારો કે 12મા ધોરણનાં બોર્ડનાં માર્કસ નક્કી કરે છે કે તમે જીવનમાં શું હાંસલ કરવા સક્ષમ છો. તમારામાં વિશ્વાસ રાખો અને તેના માટે કામ કરો.” વરુણે લખ્યું હતું કે જો તેઓ એક પણ વિદ્યાર્થીને પ્રેરણા આપી શકે તો તે પણ ઘણું હશે. પરંતુ આજે હું કહેવાં માંગુ છું કે, – તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે. તેમનો પત્ર ભલે માત્ર વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હોય પરંતુ તેમણે આપણા પૂરા સમાજને સંદેશો આપ્યો છે. સાથીઓ, દર વર્ષે હું આવાં જ વિષય પર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરું છું. આ વર્ષે પણ પરીક્ષા પહેલાં હું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ કાર્યકમ માટે બે દિવસ પછી 28 ડિસેમ્બરથી MyGov.in પર રજિસ્ટ્રેશન પણ શરૂ થવાં જઇ રહ્યું છે. આ રજિસ્ટ્રેશન 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેનાં માટે ક્લાસ 9 થી 12 સુધીનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા માટે ઓનલાઇન કોમ્પિટિશનનું પણ આયોજન યોજાશે. હું ઇચ્છિશ કે, આપ સૌ તેમાં જરૂર ભાગ લો. આપ સૌને મળવાની તક મળશે. આપણે સૌ મળીને પરીક્ષા, કરિયર, સફળતા અને વિદ્યાર્થીઓનાં જીવન સાથે જોડાયેલ અનેક પાસાઓ પર મંથન કરીશું. મારા વ્હાલાં દેશવાસીઓ, ‘મન કી બાત’ માં, હવે હું તમને કંઇક સંભળાવવા જઇ રહ્યો છું, જે સીમા પાર, ક્યાંક ખૂબ દૂરથી આવી છે. આ તમને આનંદિત પણ કરશે અને આશ્ચર્યચકિત પણ કરશે –     Vocal #(Vande Matram) वन्दे मातरम् । वन्दे मातरम् सुजलां सुफलां मलयजशीतलाम्

Read more

પ્રધાનમંત્રીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “મહાન સ્વતંત્રતા સેનાની, શિક્ષણવિદ અને સમાજ સુધારક  મહામહીમ પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જયંતી પર કોટી-કોટી નમન.”

Read more

પ્રધાનમંત્રીએ ગુજરાતના ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુનાનક દેવજીની ગુરપુરબ ઉજવણી દરમિયાન સંબોધન કર્યું

લખપત સાહિબ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુનાનક દેવજીની ગુરપુરબ ઉજવણી દરમિયાન સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે જનમેદનીને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુદ્વારા લખપત સાહિબ સમયના દરેક પ્રવાહનું સાક્ષી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમને બરાબર યાદ છે કે ભૂતકાળમાં લખપત સાહિબે કેવા ચડાવઉતાર જોયા છે. તેમણે જૂના સ્મરણો તાજા કરતા કહ્યું હતું કે, એક સમયે આ જગ્યા અન્ય દેશોમાં જવા માટે મુખ્ય વેપારી કેન્દ્ર હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, 2001માં ભૂકંપ આવ્યો ત્યારપછી, તેમને ગુરુજીના આશીર્વાદથી આ પવિત્ર સ્થળની સેવા કરવાની તક મળી હતી. તેમણે યાદ કર્યું હતું કે, તે સમયે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા કસબીઓએ આ સ્થળની અસલ કીર્તિને ફરી સ્થાપિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રાચીન લેખન શૈલીનો ઉપયોગ કરીને અહીં અંદરની દિવાલો પર ગુરુવાણી લખવામાં આવી હતી. આ પ્રોજેક્ટને તે સમયે યુનેસ્કો દ્વારા પણ સન્માન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહાન ગુરુ સાહિબના આશીર્વાદથી સરકાર ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પુરબના 350 વર્ષ અને ગુરુનાનક દેવજીના પ્રકાશ પુરબના 550 વર્ષ જેવા પાવનપર્વોની ઉજવણી કરવાની સ્થિતિમાં આવી ગઇ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ગુરુનાનક દેવજીનો સંદેશો નવી ઉર્જા સાથે આખી દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચે તે માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા છે. દાયકાઓથી કરતારપુર સાહિબ કોરિડોર ખુલવાની રાહ જોવાઇ રહી હતી, તેનું કામ 2019માં સરકાર દ્વારા પૂરું કરવામાં આવ્યં છે. હાલમાં, ગુરુ તેગ બહાદુરજીના પ્રકાશ ઉત્સવના 400 વર્ષની પણ ઉજવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આખરે આપણે સફળતાપૂર્વક પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબનું ‘સ્વરૂપ’ અફઘાનિસ્તાનથી લાવી શક્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુરુની કૃપાનો આનાથી મોટો બીજો કયો અનુભવ હોઇ શકે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ થોડા મહિના પહેલા અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે અમેરિકાએ પોતાની પાસે રહેલી ભારતની 150 થી વધુ ઐતિહાસિક વસ્તુઓ આપણને પરત સોંપી હતી. તેમણે કહ્યું હતું કે, આ વસ્તુઓમાં પેશ્કબઝ અથવા નાની તલવાર પણ સામેલ છે, જેના પર ફારસી ભાષામાં ગુરુ હરગોવિંદજીનું નામ લખેલું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ સરકારનું સૌભાગ્ય છે કે, તે આ બધું કરવામાં સમર્થ રહી છે.” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ગુજરાત માટે હંમેશા ગૌરવની વાત છે કે, પંચ પ્યારેના ચોથા ગુરશીખ, ભાઇ મોખમ સિંહજી ગુજરાતના હતા જેમણે ખાલસા પંથની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેવભૂમિ દ્વારકા ખાતે તેમની સ્મૃતિમાં ગુરુદ્વારા બેટ દ્વારકા ભાઇ મોખમસિંહનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં પરાધીનતા અને આક્રમણકારો દ્વારા કરવામાં આવેલા હુમલાના સમયમાં ભારતીય સમાજમાં મહાન ગુરુ પરંપરાના યોગદાનને પ્રધાનમંત્રીએ પૂર્ણ આદરપૂર્વક યાદ કર્યું. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સમાજ અસ્પષ્ટતા અને વિભાજનની પીડાથી ત્રસ્ત હતો ત્યારે ગુરુ નાનક દેવજી ભાઇચારાનો સંદેશો લઇને આવ્યા હતા. એવી જ રીતે, ગુરુ અર્જન દેવજીએ આખા દેશના સંતોના અવાજને એકીકૃત કરીને રાષ્ટ્રમાં એકતાની ભાવના જગાવી હતી. ગુરુ હરકિશનજીએ માનવજાતની સેવાનો માર્ગ ચિંધ્યો હતો જેને આજે પણ શીખો અને અન્ય માનવસમુદાયો દ્વારા અનુસરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ગુરુનાનક દેવજી અને તેમના પછી વિવિધ ગુરુઓએ માત્ર ભારતની ચેતનાને પ્રજ્વલિત નથી રાખી પરંતુ, તેમણે ભારતને સલામત પણ રાખ્યું છે. આપણા ગુરુઓનું યોગદાન માત્ર સમાજ અને આધ્યાત્મિકતા પૂરતું સીમિત નથી. તેનાથી આગળ વાત કરીએ તો, જો આપણો દેશ, આપણા દેશનું ચિંતન, આપણી આસ્થા અને રાષ્ટ્રની અખંડિતા આજે સલામત છે, તો તેના મૂળમાં શીખ ગુરુઓની મહાન ‘તપસ્યા’ રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાબરના આક્રમણથી ભારત માટે શું જોખમ ઉભું થયું હતું તે અંગે ગુરનાનક દેવજીને ખૂબ જ સ્પષ્ટ સમજ હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, એવી જ રીતે, ગુરુ તેગ બહાદુરનું સંપૂર્ણ જીવન ‘દેશ સર્વોપરી’નું દૃષ્ટાંત છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જેવી રીતે સમગ્ર માનવજાતની ચિંતા કરીને ગુરુ તેગ બહાદુરજી હંમેશા અડગ રીતે ઉભા રહ્યા તેવી જ રીતે, તેમણે આપણને ભારતના આત્માની દૂરંદેશી પણ આપી છે. દેશે જે રીતે તેમને ‘હિન્દ કી ચાદર’નું બિરુદ આપ્યું છે, તે દરેક ભારતીયોનું શીખ પરંપરા પ્રત્યેનું જોડાણ બતાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુરુ તેગ બહાદુરનું શૌર્ય અને ઔરંગઝેબ સામે તેમણે આપેલું બલિદાન આપણને શીખવે છે કે, ત્રાસવાદ અને ધાર્મિક કટ્ટરવાદ સામે કેવી રીતે રાષ્ટ્રએ લડવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, તેવી જ રીતે, દસમા ગુરુ એટલે કે, ગુરુ ગોવિંદસિંહ સાહિબનું જીવન પણ આપણને પ્રત્યેક ડગલે મક્કમતા અને બલિદાનનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ શાસનના પંજામાંથી ભારતની સ્વતંત્રતા લાવવા માટે આપણા શીખ ભાઇઓ અને બહેનોએ જે પ્રકારે લડત આપી તે બદલ તેમના શૌર્યની પ્રશંસા કરી હતી. સ્વતંત્રતાના સંગ્રામ અને જલિયાંવાલા બાગ આ બલિદાનોના સાક્ષી હોવાનું તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પરંપરા આજે પણ જીવંત છે અને ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના આ સમયમાં જ્યારે આપણે આપણા ભૂતકાળને યાદ કરી રહ્યા છીએ અને તેમાંથી પ્રેરણા મેળવી રહ્યા છીએ ત્યારે તે વધારે મહત્વપૂર્ણ બની જાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાશ્મીરથી લઇને કન્યાકુમાર અને કચ્છથી માંડીને કોહીમા સુધી, આખો દેશ સાથે મળીને સપનું જોઇ રહ્યો છે, અને તે સપનું સાકાર કરવા માટે એકજૂથ થઇને પ્રયાસ કરી રહ્યો છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, આજે દેશનો મંત્ર છે – એક ભારત, શ્રેષ્ઠ ભારત. આજે દેશનું લક્ષ્ય છે – નવા સક્ષમ ભારતનો પુનરુત્કર્ષ. આજે દેશની નીતિ છે – પ્રત્યેક ગરીબની સેવા કરવાની, દરેક વંચિતને પ્રાથમિકતા આપવાની. પ્રધાનમંત્રીએ ભક્તોને એવો અનુરોધ પણ કર્યો હતો કે, તેઓ કચ્છના રણોત્સવની મુલાકાત લે. તેમણે કહ્યું હતું કે, કચ્છમાં આવેલું પરિવર્તન કચ્છના લોકોના સખત પરિશ્રમ અને દૂરંદેશીનું પ્રમાણ છે. શ્રી અટલ બિહારી વાજપેયીને આજે તેમની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલી અર્પણ કરતા પ્રધાનમંત્રી શ્રી વાજપેયીની કચ્છ પ્રત્યેની લાગણીના સ્મરણો તાજા કર્યા હતા. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, “અટલજી અને તેમની સરકાર ભૂકંપ પછી અહીં હાથ ધરવામાં આવેલા વિકાસના કાર્યોમાં ખભાથી ખભો મિલાવીને ઉભી રહી હતી.” દર વર્ષે 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન, ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુજરાત શીખ સંગત દ્વારા ગુરુનાનક દેવજીના ગુરપુરબની ઉજવણી કરવામાં આવે છે. ગુરુનાનક દેવજી તેમના વિચરણ દરમિયાન અહીં લખપત ખાતે રોકાયા હતા. ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે તેમની સ્મૃતિઓ પણ છે જેમાં લાકડાના પગરખાં અને પાલખી (ઝુલો) તેમજ ગુરુમુખીની હસ્તપ્રતો અને અંકિત લેખન પણ છે. 2001માં આવેલા ભૂકંપ વખતે આ ગુરુદ્વારામાં નુકસાન થયું હતું. ત્યારબાદ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, તાત્કાલિક ધોરણે તમામ નુકસાનગ્રસ્ત હિસ્સાનો જીર્ણોદ્ધાર કરવાનું સુનિશ્ચિત કર્યું હતું. તેમનું આ પગલું આસ્થા પ્રત્યે પ્રધાનમંત્રીનો ઊંડો આદરભાવ દર્શાવે છે, જે તાજેતરમાં વિવિધ પ્રયાસો જેમ કે, ગુરુનાનક દેવજીના પ્રકાશ પુરબના 550 વર્ષ, ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પુરબના 350 વર્ષ તેમજ ગુરુ તેગ બહાદુરજીના પ્રકાશ પુરબના 400 વર્ષ જેવા પર્વોની ઉજવણીમાં પ્રતિબિંબિત થયો છે.

Read more

પ્રધાનમંત્રી ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુ નાનક દેવજીના ગુરપુરબ સમારોહને સંબોધન કરશે

Ahmedabad : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર 2021ના રોજ, ગુજરાતના કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરુ નાનક દેવજીના ગુરુપુરબ

Read more

પદ્મશ્રી અનૂપ જલોટા અને આદિત્યની જુગલબંધીનો છાયા જાદુ

કોલકાતા: તાજેતરમાં, પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ બંગાળી ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ કેલકોલિંગના 10 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે, સત્યજીત રે ઓડિટોરિયમ, ICCR,

Read more

સ્વપ્નિલ કોળી યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત

ઈન્દોર: CA સ્વપ્નિલ કોઠારી, જાણીતા શિક્ષણશાસ્ત્રી, અગ્રણી વક્તા અને યુવા ચાન્સેલર, 2023ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય યુવા કોંગ્રેસના પ્રમુખ

Read more

ભારતે પાકિસ્તાન દ્વારા સંકલન કરવામાં આવતા ડિસઇન્ફોર્મેશન ઓપરેશનને તોડી પાડ્યું

માહિતી અને પ્રસારણ મંત્રાલયે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત ખોટા સમાચારોના નેટવર્કને બ્લૉક કર્યું 20 યુટ્યૂબ ચેનલો, 2 વેબસાઇટ્સને ભારત વિરોધી અપપ્રચાર

Read more