છેલ્લા ૫૭ વર્ષથી વડોદરામાં કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને આખરે તાળા વાગી જશે.આગામી ૬ મહિનામાં વડોદરાની કચેરીની તમામ કામગીરી ગાંધીનગર ખાતે ખસેડવામાં આવે તેવી સંભાવના છે સુત્રોના કહેવા પ્રમાણે હાલમાં ધો ૧૦ની પરીક્ષાની તમામ કામગીરી વડોદરા કચેરી ખાતેથી થાય છે.જ્યારે ૧૨ની પરીક્ષાની કામગીરી ગાંધીનગરથી કરવામાં આવે છે.જોકે પરીક્ષાને લગતા નીતિ વિષયક નિર્ણયો ગાંધીનગરથી જ લેવામાં આવે છે.૧૦માની પરીક્ષાની કામગીરી માટે વડોદરાની કચેરીમાં ૧૦૦ ઉપરાંત કર્મચારીઓનો સ્ટાફ છે. જોકે સરકારે ૩ વર્ષ અગાઉ જ તમામ કામગીરી ગાંધીનગરની બોર્ડ કચેરીમાંથી કરવાનુ નક્કી કર્યુ હતુ અને તેના પર હવે અમલ શરૃ કરી દેવાયો છે.ગાંધીનગર ખાતે બોર્ડ કચેરીના સંકુલમાં એક મકાનનુ રીનોવેશન કરવામાં આવી રહ્યુ છે.રીનોવેશન પુરૃ થયા બાદ ૧૦માની પરીક્ષાને લગતી કામગીરી આ મકાનમાંથી થશે. વડોદરાથી કચેરીનુ સ્થળાંતર થવાના કારણે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના સેંકડો વાલીઓને ધો ૧૦ને લગતી કોેઈ પણ કામ માટે ગાંધીનગર જવુ પડશે.કચેરીને તાળા વાગી ગયા બાદ વડોદરામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓની પણ ગાંધીનગર બદલી કરવામાં આવે તેવી સંભાવના છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ શિક્ષણ બોર્ડની પહેલી કચેરીની વડોદરામાં સ્થાપના કરાઈ હતી ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના શિક્ષણ બોર્ડની કચેરીનો પ્રારંભ વડોદરામાં થયો હતો.પોલોગ્રાઉન્ડ નજીક હાલમાં યુનિવર્સિટી પ્રેસ ચાલે છે ત્યાં તેની પાછળની ઈમારતમાં બોર્ડની કચેરી શરૃ થઈ હતી.એ પછી તેને હાલમાં નવાપુરા વિસ્તારમાં આવેલી ઈમારતમાં શિફ્ટ કરવામાં આવી હતી.૧૯૭૫માં ન્યુ એસએસ સી સીસ્ટમ ગુજરાતમાં અમલમાં આવી તે પછી બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે શરૃ કરાઈ હતી.જોકે તે પછી પણ વડોદરા ખાતે તો બોર્ડની કામગીરી ચાલુ જ રાખવાનુ નક્કી કરાયુ હતુ.જે પ્રમાણે અત્યાર સુધી ૧૦માની પરીક્ષાની તમામ વ્યવસ્થા અને વહિવટી કામગીરી વડોદરામાંથી જ કરવામાં આવતી હતી.જોકે હવે સરકારે અન્ય સરકારી વિભાગોની તમામ કચેરીઓ ગાંધીનગર ખાતે ખસેડી છે ત્યારે વડોદરા બોર્ડની કચેરીને પણ તાળા મારવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. વડોદરા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઆના દેખાવો વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલી બોર્ડની કચેરીમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ કચેરીનુ સ્થાળાંતર કરવાના નિર્ણયથી ખુશ નથી.તેમણે આ મુદ્દે સરકાર અને બોર્ડના સત્તાધીશોને આવેદનપત્ર આપ્યુ છે.આજે કચેરીની બહાર તેમણે દેખાવો પણ કર્યા હતા.કર્મચારીઓનુ કહેવુ છે કે ૧૦૦ કરતા વધારે કર્મચારીઓ વડોદરામાં વર્ષોથી ફરજ બજાવે છે.આ પૈકીના મોટાભાગના નિવૃત્તિના આરે આવીને ઉભા છે.કર્મચારીઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.બોર્ડ કચેરીના સ્થળાંતરના કારણે કર્મચારીઓને ગાંધીનગર રહેવા જવુ પડશે અથવા તો અપડાઉન કરવુ પડશે.ઉપરાંત સરેરાશ ૧૦૦૦૦ રૃપિયાના પગારમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારીઓને ગાંધીનગર વસવાટ કરવાનો આવશે તો વધારે મુશ્કેલી પડશે.આ સંજોગોમાં હજી બે-ત્રણ વર્ષ વડોદરાની કચેરી ચાલુ રાખવામાં આવે.